માણસાઈ.....
હે માણસાઈ..!
તું હારી ન જાતી..!
વિવાદનો પવન ભલે વાયા કરે,
વિખવાદ ભલે મન મૂકી ગાયા કરે.
હે માણસાઈ..!
તું હારી ન જાતી..!
ઇર્ષ્યાની આગ ભલે જલતી રહે,
વહેમની વાદળી ભલે વરસતી રહે
હે માણસાઈ..!
તું હારી ન જાતી..!
બુરાઈના બાણો ભલે છૂટતાં રહે,
લોભીઓ ભલે લખલૂંટ લૂંટતા રહે
હે માણસાઈ..!
તું હારી ન જાતી..!
ડગલે પગલે ભલે કંટકો વાગે,
જીવન ભલે જીવવા જેવું ન લાગે
હે માણસાઈ..!
તું હારી ન જાતી..!
મુશ્કેલીઓ ભલે ઊભી રહે મોં ફાડી,
દુ:ખોથી છલકાય ભલે આ જીવતરવાડી
હે માણસાઈ..!
તું હારી ન જાતી..!
ધીરજથી ડગલા ભરતી રહેજે,
પ્રભુને પ્રાર્થના કરતી રહેજે
માન-અપમાનમાં સ્થિર રહેજે,
ધીર - ગંભીર ને વીર રહેજે,
હસતી રહેજે, રમતી રહેજે
સો કોઇને બસ ગમતી રહેજે.
રહેજે તું માનવતાના ગીતો ગાતી..
હે માણસાઈ..!
તું હારી ન જાતી..!
હસમુખ ના. ટાંક "સૂર"
જરગલી
તા: ગીર ગઢડા
જિ: ગીર સોમનાથ