એક સમય ની છે વાત, જ્યારે રહેતા સૌ સાથ
કરતા તા એકબીજા પર, લાગણી નો વરસાદ
કરતા તા પરવા સૌની, રાખતા સૌનો વિશ્વાસ
સાથ નિભાવતા તા, ચાલતા જ્યાં સુધી શ્વાસ
રાખતા એકબીજા પ્રત્યે આદર ને સદ્ ભાવ
પડવા ન તા દેતા, દિલ માં પ્રેમ નો અભાવ
આ કલિયુગ માં હવે તો
જગ માં પડ્યો છે લાગણી નો #દુકાળ
નથી પરવા કોઈની, નથી લેતા સંભાળ
આઝાદી થી જીવવા માટે, છોડ્યો પરિવાર
દોટ મુકી ધન પાછળ, ભુલ્યો જીવન નો સાર
ભરોસો નથી કોઈ ઉપર, સબંધ માં કરે છે જુગાળ
દિલ પણ પડ્યો છે હવે તો, પ્રેમ નો #દુકાળ
#દુકાળ