રૂગ્ણ હ્રદય હોય, તો ધડકનો શું કરે,
અશ્રુઓ ધૂળમાં મળે, આંખ શું કરે;
તુટી જાય તમન્ના , દિલની અચાનક,
પંખી એ પ્રેમ નું ,તુટે જો પાંખ શું કરે;
વિરહી વાદળો ઘેરાયા દિલાકાશ માં,
દડદડ વિરહાશ્રુના વહે, સાખ શું કરે;
બળીને ખાક થઈ , જવાનું છે આખરે,
સ્મશાનની ઊડતીપછી એ રાખ શું કરે;
આનંદ મળે નહીં, તમન્નાની તકરારમાં,
ઈચ્છાઓ સંબંધો જોડીને, રાખ શું કરે;