હું મને ના જાણી શક્યો, બાજા ને શું જાણું?
દેહ અધ્યાસ માં જીવંત, ચૈતન્ય ને શું જાણું?
આંખ નાક કાન જીભના વિષયો દ્રષ્ટિગોચર,
અગોચર વિશ્વ અનંતએ,ચૈતન્ય ને શું જાણું?
ધર્મ નામે ધતિંગો , નિત્ય નવીન ખેલ ખેલાતા,
ધર્મ અધર્મ ની વ્યાખ્યા. ,ચૈતન્ય ને શું જાણું?
માનવ છું મનમાં સંકલ્પ ને, બુધ્ધિ માં વિતર્કો,
મનોમય વિશ્વદર્શન સઘળું,ચૈતન્ય ને શું જાણું?
આનંદ ની અનુભૂતિ છે, ફક્ત શરણાગતિ માં,
પ્રત્યક્ષ અને પરોક્ષ ની પાર,ચૈતન્ય ને શું જાણું?