ચીનનાં કોરોનાએ તો ભારે કરી ચીનનાં કોરોનાએ તો ભારે કરી, ન દેશ ને છોડ્યો પરદેશ ને,
ચીનનાં કોરોનાએ તાે ભારે કરી, પદ્ધતિ અને વ્યવસ્થા શક્તિ ને પણ હલાવી દીધી.ચીનનાં કોરોનાએ તો મુશ્કેલી કરી દીધી, જ્યાં જોઈએ ત્યાં સન્નાટો. ચીનનાં કોરોનાએ તો ભારે કરી સામાજિક મેળાવડાે હોય કે ધર્મ લક્ષી, તહેવાર સહિત ભગવાનનાં દ્વાર ને પણ બંધ કરવા પડ્યા. ચીનનાં કોરોનાએ તો ભારે કરી, કોઈ પણ ક્ષેત્ર ને છોડ્યો નહીં.ચીનનાં કોરોનાએ તો વિપતિ ઉભી કરી દીધી, કેટલા લોકોએ જીવન ગુમાવ્યાં અને કેટલાનાં જીવન પણ દાવ પર છે. ચીનનાં કોરોનાએ તો ભારે કરી, ઘરથી બહાર નિકળવાનુ પણ અશક્ય થઇ ગયું છે. ચીનનાં કોરોનાએ તો ભારે કરી, જનજીવન ધમરોળાઇ ગયું. ચીનનાં કોરોનાએ તાે ભારે કરી, સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ચીનનાં કોરોનાએ તાે ભારે કરી, સંકટ ઉભો કરી દીધું છે, જે આટલાં વર્ષોમાં નથી થયું એ કોરોનાએ કર્યું. ચીનનાં કોરોનાએ તાે ભારે કરી, નવો ઇતિહાસ રચ્યો. હેમાક્ષી ઠક્કર