Gujarati Quote in Motivational by Rudrarajsinh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

:::::::::::::::::::::: આભાર સ્વીકાર ::::::::::::::::::::

તા. ૧૫/૦૪/૨૦૨૦ ના રોજ " આશ્ચર્ય" શબ્દની પ્રતિયોગિતામાં તથા ૨૨/૦૪/૨૦૨૦ ના રોજ "તેજસ્વી" શબ્દની પ્રતિયોગિતામાં તથા આજ રોજ "વિનોદી" શબ્દની પ્રતિયોગિતામાં આમ હરહંમેશ મનેં ગુજરાતી ભાષામાં તથા સર્વ ભાષામાં સૌથી વધુ લાઈક અને કોમેન્ટ( ૨૦૦+ લાઈક અને ૧૫૦+ કોમેંટ્સ) આપી વિજયી બનાવવા માટે હું બધા સાથી મિત્રોનો ફરી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ બધા નો યશ હું મને સપોર્ટ કરનાર મિત્રો ને આપું છું.હું કંઇક નથી જે છું આ સહકાર આપનાર મિત્રોના કારણે છું..

વારંવાર આપ સૌનો સહકાર મને મળે છે જેનાથી મને આગળ લખવા માટેની પ્રેરણા સતત મળતી રહે છે,અને ઘણા મિત્રો નિરંતર મારો ઉત્સાહ વધારવા માટે પ્રયત્નો કરતા રહે છે. એ સૌનો હું હૃદય પૂર્વક આભારી અને ઋણી રહીશ.

હંમેશા કહું છું તેમ કોઈપણ માણસ સર્વસંપન હોતો નથી અને એટલે મારામાં પણ ખૂબી અને ખામી બંને હશે. ખૂબી નહિ બતાવો તો ચાલશે પણ ખામી લાગે ત્યાં ચોક્કસ મને જણાવવા પ્રયત્ન કરશો. આપ મિત્રોને જ્યાં જરૂર ત્યાં મને સૂચનો તથા માર્ગદર્શન આપી મને આપનો આભારી બનાવશો એવી આશા રાખુ છું.

મારી સાથે અન્ય ભાષામાં - હિન્દી,અંગ્રેજી તથા મરાઠી ભાષામાં આજરોજ વિજેતા બનેલા અન્ય મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન.


::::::::::::::::::: રુદ્ર રાજ સિંહ ::::::::::::::::::::

Gujarati Motivational by Rudrarajsinh : 111413076
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now