આજ માં રીસાયા છે એ વાતથી,
કે જ્યારે એના બાળકને સહેજ અમથું વાગતું,
તો એ માં પાસે આવી રડતો અને કહેતો કે અહીં વાગ્યું છે એમ,
તો હવે એ સંતાન રાખી ફોનમાં પાસવર્ડ શું છુપાવે છે મારાથી?
શું મારા સંતાનો આટલાં બધાં મોટા થઈ ગયા?
આજ માં નારાજ છે એ વાતથી કે સંતાન એમનું હવે જીવનની મોટી સમસ્યા વિશે પણ કંઈ નથી જણાવતાં,
આ જોઈ ફરી થાય માં ને એજ સવાલ કે થઈ ગયા એમના સંતાન આટલા બધા મોટા?