રોજ ઝાકળ જેવું, કોઈ નામ લખે છે,
સૂકોમળ ફુલો જેવું, કોઈ નામ લખે છે;
સપનાં ખુશખુશાલ રહે છે, જિંદગી માં,
જાગૃતિ માં જબરો, કેફી જામ લખે છે;
આદત થી મજબૂર છે, મન ઇચ્છા ધારી,
નવા રૂપરંગ જિંદગીનો, આરામ લખે છે;
હાસ્ય ની છોળો, ને રંગીન ગુલાબી જ્યાં,
જવાની દિવાની ખૂદને, ગુમનામ લખે છે;
વેતા વગર નું વેતરી નાખ્યું, જીવન ભર ને,
આનંદની અનુભૂતિ ,કરવાનું ઠામ લખે છે;