અબુધ છું હું, ક્યારે જાણે, હું જ છું,
બુદ્ધ છું હું, જાણે અજાણે, હું જ છું;
ચિત્ત છે ચંચળ, તૃષ્ણા માં ય શોધે તું
પદાર્થો ને જાણે , પિછાણે, હું જ છું;
સર્જન વિસર્જન , જન્મ મૃત્યુ પ્રકૃતિમાં,
પરિવર્તનશીલતા માં, જાણે હું જ છું;
છે શબ્દો ની જાળમાં, પક્ષાપક્ષી ઘણી,
અપક્ષ ખૂદમાં જાણી , માણે હું જ છું;
સહજ છે આનંદ , સ્વપ્ન સરીખુ બધુય,
બદ્ધ છે માયામાં, મુક્તિ ટાણે હું જ છું;
=========================