મહાદેવ તું મુજ કાળજા કેરો ભાગ
અકળ મૌન તણો રોજ આલાપુ રાગ
મને કૈક જાણે નિંદ્રામાં સપને આવે યાદ
ને' પછી ઉઠીને હકીકતમાં પાડું તને સાદ
તું નિર્મળ નિર્મોહી નિરાકારી જીવંત આશ
તારી ભક્ત તને પુકારે દીલથી જોને દિનરાત
નથી હાલ મલાતું તને મંદિરે નિશદિન કાજ
પણ નિજ મનમંદીરે તું આવવાનું જરા રાખ
એ મંગળ આરતીનો વળી પડે સાંજે ઘંટનાદ
છે ઘર પાસે જ પવિત્ર તારું સરસ પ્રેમ ધામ
મારી અંતરમાં દીવો લઈને ફરું ભોળા આજ
તને ન મળી શકયાનો મહાદેવ છે જે "આર્તનાદ"
તોય એ આરતી સમયે ઘેર જ રહી ભજુ આજ
"ભાવુ"નિરાંત થાય પછી સાંભળી મનનો અવાજ
ભાવના જાદવ (ભાવુ)