🌺કુદરતનો ખજાનો🌺
હું તો છું આ વિશ્વનો દિવાનો
કારણ આ વિશ્વ છે કુદરતનો ખજાનો...
જોઉં છું પર્વતોને આકાશ સુધી અડવાનો
ઝરણા પણ ઝર ઝર કરતા નીકળ્યા
જે છે કુદરતનો ખજાનો...
વહેતી નદીઓમાં સુંદર માછલીઓને તરવાનો
હોડીમાં બેસી નજારો છે આ કુદરતને જોવાનો
જે છે કુદરતનો ખજાનો...
આકાશે ઉડતા વાદળો જાણે રૂ સમા બનવાનો
જમીન માણસોની તો આકાશ પંખીઓનું બનાવ્યું
જે છે કુદરતનો ખજાનો...
સમુદ્ર રચી બાંધ્યો છે બંધ ખારા પાણીનો
દરિયાની લહેરો ઊંચકી આતો વગર મશીને નજારો સરજાણો
જે છે કુદરતનો ખજાનો...
જંગલો અને લીલોતરીમાં ઘેરો રંગ પૂરવાનો
કેમ સમજયું હશે લીલા રંગની ઠંડક દર્શાવવાનો
જે છે કુદરતનો ખજાનો...
સુંદર પૃથ્વી બનાવીને અંતે મનુષ્ય બનાવવાનો
નિર્ણય ખોટો હશે કે શું??
100% નું પણ 10% ન રાખ્યું
જે હતો કુદરતનો ખજાનો...
DJC✌️😇
Thank you for your time. 👍
#selfwrittenpoem
(please follow my page on instagram@savicha_sara_vichar)