કવિ જીવ છું, થોડો લાગણીશીલ તો રહેવાનો
શબ્દોની રમત રમું છું,દિલ સાથે થોડો રમવાનો
હવે તો લોકો રમકડાની જેમ રમે છે સૌ સાથે
હું જરાય દેખાવડો નથી,લોકોને થોડો ગમવાનો
નથી નામ,નથી મારું ઠેકાણું કે કાયમી સરનામુું
પ્રણય,વિરહમાં અહિં તહી થોડો તો ભમવાનો
ડાળીઅે બેઠા આઝાદ યુગલોના કલરવ જોઉં
અેમની અંતર વાતો જાણું પણ થોડો કહેવાનો
ક્યાંક વેદના,ક્યાંક પડેલી ખુશી વણી લઉં છું
અે વાતો કલમે ઉતાર્યા વગર થોડો રહેવાનો
આરોપ લગાવે છે જગત અનોખી ચોરીઅોનો
શબ્દો જ મારું ધન,અેના સિવાય શું ચોરવાનો
જરાય લાલચ નથી,હું ધન, દૌલત શું કરવાનો
કાગજ,કલમ અક્ષર છે,'માહિ'થોડો કહેવાનો
પવાર મહેન્દ્ર
૨૭/૦૪/૨૦૨૦