આ સુંદર આકાશ આટલું ઉંચે કેમ જિજ્ઞાસા થાય જાણવાની,
આ ધરા ગોળ છતા સપાટ જિજ્ઞાસા થાય જાણવાની,
દરિયા નુ પાણી ખારું અને નદીઓ મીઠી મધુર જિજ્ઞાસા થાય જાણવાની,
મોર નો ટહુકાર મીઠો,કાગડા ની કર્કશ વાણી,જિજ્ઞાસા થાય જાણવાની,
ગુલાબ ની કાંટાળ ડાળી,કમળ ને કાદવ ભરપૂર પાણી,જિજ્ઞાસા થાય જાણવાની,
કહેવાતા એક સરીખા પણ નખશીખ નોખેરા માનવી,જિજ્ઞાસા થાય જાણવાની,
બોલકણી,વાતોડી ને અબુજ મુજ ને જીવનભરનો સાથ ધીર ગંભીર તુજનો,કુદરત નો આ અજબ મેળ,
જિજ્ઞાસા થાય જાણવાની,મુજ ને જિજ્ઞાસા થાય જાણવાની.
-pandya Rimple
#જિજ્ઞાસા