કાગળ કલમ લઈ ,ક્યાં જવાનું છે,
શબ્દોનું સરોવર ,અહીં મજાનું છે;
કેવી ડૂબકીઓ, ભીતરી લગાવું છું
મોતની મજા, મરજીવા ગજાનું છે;
કેડીઓ કંડારીએ, કલ્પના બજારની,
ભાવમાં ઉન્માદે અવધૂતિ કઝા નું છે;
દર્દ ને ઝખ્મો નું ,હોવાપણું વ્યાજબી,
મરહમી અંદાજમાં, જીવન રજાનુ છે.
આનંદ અવધૂતી, પરમ ચૈતન્ય સ્વરૂપ,
મુસાફરી જીવન ,નામે ધર્મ ધજા નું છે.