ચાલ પકડ મારા શબ્દો ની આંગળી
મારા દિલ ની સેર કરાવું..
ત્યાં એક ખાસ ગલી છે જ્યાં રહે છે તું
ચાલ તને તારા ઘરે લઈ જાઉં.
ચાલ પકડ મારા શબ્દોની આંગળી
મારા દિલની સેર કરાવું..
તે ઘરમાં તું છે રાંધતી રોજ અવનવું
ચાલ તને તારા જ હાથ નો સ્વાદ ચખાવું..
ચાલ પકડ મારા શબ્દોની આંગળી
મારા દિલની સેર કરાવું..
તે ઘરમાં છે એક મંદિર જ્યાં પૂજા તારી થાય છે..
ચાલ તને તારા જ દર્શન કરાવું..
ચાલ પકડ મારા શબ્દો ની આંગળી
મારા દિલની સેર કરાવું..
ત્યાં બાલ્કની માં છે તું બેઠી ચા લઈ રાહ જોતી,
ચાલ તને તારા જ હાથ ની ચા પીવડાવુ..
ચાલ પકડ મારા શબ્દો ની આંગળી
મારા દિલ ની સેર કરાવું..
વર્ષો થી તું આરસી જોઇ તું સજતી
ચાલ તને તારી સુંદરતા બતાવું..
ચાલ પકડ મારા શબ્દો ની આંગળી
મારા દિલ ની સેર કરાવું..
✍️મરીચિ..