કોરોના અસર
બંધ છું આ ઘર ની દિવાલો માં હું ...
તોય ક્યા શાંત છું આ વિચરો ના વમલો માં હું?
સમય થંભી ગયો છે આ દુનિયા નો ...
અહિંજ કાઢવાનો છે સમય આ વિચારોમાં વિચારો નો ...
બધુ અદ્રશ્ય થઇ રહ્યું છે રોજ ...
ગલી સુમસન આકાશ સ્વચ્છ પક્ષીઓ ને મસ્તી ની મોજ...
બસ માનવી ના મનમાં ચિંતા નો માહોલ સર્જાયો છે...
પરિસ્થિતિ ને લડવા ના અનેરા બંધનમાં બંધાયો છે...
તોય ક્યાંક સમય તો મળ્યો છે પરીવાર સાથે..!
બાકી રોજ રોજ ક્યાં જીવીએ છે આ અમુલ્ય તક સાથે ...