સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
વિષય. પાકિઝા
પાકિઝા.માઇક્રોફિક્શન વાર્તા
રસ્તા પર મારી નજર અચાનક એક છોકરી પર પડી .સાવ લઘરવઘર હાલતમાં ઉભી હતી.પણ ટ્રાફિકને લીધે તેની પાસે જઈ ન શકાયું .પરંતુ ઘરે પહોંચ્યા પછી પણ એ છોકરી જ નજર સામે આવી રહી હતી. કઈ સમજ ન હતી પડતી કારણકે રોજ આવા ઘણા લોકો નજરે આવતા હોય છે તો એ લોકો માટે ક્યારેય વિચારસુધ્ધાં નથી આવ્યો અને એ છોકરી માટે જ કેમ? આ વિચારો ની તંદ્રા મા વજુભાઈ પોતાના ઘરની દીવાલો ને જોઈ રહ્યા હતા. અચાનક દરવાજે ટકોર થઈ અને વજુભાઈ ની તંદ્રા તૂટી .દરવાજો ખોલીને જોયું .સામે પેલી છોકરી હતી અને ખાવાનું માંગી રહી હતી. વજુભાઇ એ તેને આવકાર આપ્યો અને ઘરમાં લાવ્યા .પહેલા એને જમવાનું આપ્યું અને પાણી આપતા સાથે પૂછ્યું દીકરી તું ભીખ કેમ માંગે છે? છોકરી એ કહ્યું કાકા મારુ નામ પાકિઝા છે ભૂકંપ મા મારો પરિવાર નષ્ટ થઈ ગયો હતો અને જે સગા સંબંધીઓ બચી ગયા હતા એ લોકોએ મને આશરો આપ્યો નહિ અને જ્યાં પણ કામ માંગવા જતી ત્યાં ભૂખ્યા વરુઓ ની જેમ મને પીખવા તૈયાર હતા . એટલે મેં ભીખ માંગવાનું શરૂ કર્યું. આટલું તે અવિરત બોલી ગઈ અને પાણી પી ને .ચાલવા માંડ્યું ત્યાં વજુભાઈ એ રોકી ને કહ્યું પવિત્રા દીકરી .અને પાકિઝા એ કહ્યું હું પવિત્રા નથી .
ત્યારે વજુભાઈ એ કહ્યું આજથી દુનિયા માટે પાકિઝા નથી હવે તું મારી દીકરી પવિત્રા છે.
સમાપ્ત
હર્ષા દલવાડી તનુ જામનગર
૨૩/૪/૨૦