શબ્દનાં વીર, તીરથી મારે.
તું અભેદી પ્રહારથી મારે.
વેદનાં તો કઠે છે ને વરસોથી,
કે ગમે તેમ મારથી મારે.
કોઈની કોઈને પડી છે ક્યાં?
કાં વિચારી, વિચારથી મારે?
કાંઈ છોડી કચાશ થોડી પણ?
અવનવા તું પ્રકારથી મારે!
જાત છોલાઇ તોય ના રાહત!
કે અણી કાઢી ધારથી મારે.
અક્ષ અંદર બહું બધાં ઘાવો,
ફેર શું જો બહારથી મારે?