સૌના મનમાં રમવું છે,એમ અમસ્તુ ગમવું છે !
દરિયો થૈ ના અટકું ક્યાંય,ઝરણાં જેવું ભમવું છે...
સૂર્ય ભલે ચમકે દિવસે,અંધારે ટમટમવું છે !
વૃક્ષ સમું લ્હેરાઈને,વાતાયનને ખમવું છે...
થાય ગઝલ પણ આફરીન,એમ શબ્દમાં શમવું છે.
ઊગી જઉં દિલમાં ક્યારેક,એ રીતે આથમવું છે...