જીંદગી નું તત્વજ્ઞાન, એટલું જ કે,
થોડી ભાવના માં જ, શ્વસતા રહો;
ઘરથી મસાણ,સુધી યાત્રા માં રહો
મોત મહેબુબા ને સદા મળતા રહો;
કેદ તો કરી દીધી જાતને ઈચ્છા માં
બંધનો છે મમત્વ, ઋણ ફેડતા રહો;
પોકારી રહ્યોછે, અંતર આત્મા સદા,
દેહ અધ્યાસ, પંચભૂતે મળતા રહો;
જાગૃતિ છે ફક્ત, ઈન્દ્રિયો ભોગમાં,
સ્વપ્ન છે સંસાર , બસ જોતા રહો;
કમાયા વિવેક, વિતરાગ ચિત્ત માં જો,
આનંદ માં આઠે પ્રહર, નિમગ્ન રહો;