નિમેષ માત્ર ,પલકો ઝપકતા, અસ્તિત્વ માં,
કાંટા થી ફેરા ફરવા છે, કાળચક્ર ની વાત છે ;
જરુરીયાત જ નથી, ફક્ત મારી હયાતી માં,
ઝવેરાત ને પહેરવા છે, કાળચક્ર ની વાત છે ;
દુઆ ના દૌર થી જ, ગુજરુ છું ઈબાદત માં,
ફોગટ ના હાથ પ્રસારવા,કાળચક્ર ની વાત છે ;
ફુલગુલાબી અસ્તિત્વ છે , ઝીલમિલ એમનું,
અત્તર થી સુગંધ પ્રસારવી,કાળચક્રની વાત છે ;
આનંદ સદૈવ છે,સહજ નામ રૂપ ગુણ માં જ,
જ્ઞાન ગંગા માં સુધારવા , કાળચક્ર ની વાત છે ;