દર્દ ને ઝખ્મો ની, ખબર હોય છે ક્યાં?
બેસબ્ર ને સબુરી,ખબર હોય છે ક્યાં?
બેખુદ થઈને બસ, ચાલતા જ રહ્યા ને,
મંઝીલ કેટલી દુર,ખબર હોય છે ક્યાં?
લુટાવી દીધું સઘળું,ફના થયા ફકીરી માં,
મારૂં છે અહેસાસ,ખબર હોય છે ક્યાં?
આગિયા સમાન, ચમકતા રહ્યા છે અહીં,
ભીતર નૂર અંતરંગ, ખબર હોય છે ક્યાં?
મારૂં હોવાપણું ફક્ત ,અહેસાસ રૂહાનિયત,
જીસ્મી હાલ જીંદગી,ખબર હોય છે ક્યાં?