ફૂલો થી જરા જરા , મહેકતા શીખો,
ધરતીથી જરાક સહનશીલતા શીખો;
અલિપ્ત રહેવું, મંદમંદ મુસ્કાન રાખી,
હવા જેવી નિર્મળ એ ,નિર્લેપતા શીખો;
મધુમાખી ની વ્યવસ્થા, કુટુંબ કબીલો,
કીડી જેવી કૌટુંબિક , ભાવુકતા શીખો;
સાગરના હૈયામાં સદા દાવાનળ બળતો,
ચહેરો સ્મિત રેલાવીને, લહેરાતા શીખો;
આનંદ, ગુનગુનાહટ ,સદાય ભ્રમર તણું;
માધુર્ય ભાવમાં મદમસ્ત વહેરાતા શીખો;