# જન્મ
એક જુના એન્ટિક કબાટમાંથી વહેતી એક ધાર જોઈ ને આશ્ચર્ય થયું
ખોલી ને કબાટ ની ભીતર મેં શંશોધન એક પછી એવું કર્યું
જોયું જર્જરિત પુસ્તક નું ફાટેલું પીળું થયેલું પન્નુ બેહાલ
ને એમાં લખેલું હોય જાણે ડિજીટલ યુગમાં તે જ મારું ખૂન કર્યું
જન્મ ભલે આજે મોબાઈલ નો થયો હોય સાહેબ
પણ મારું દેહરૂપી પુસ્તકનું તો આજ મરણ થયું
ભાવના જાદવ ( ભાવુ)