જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે,
જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે...
પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
એય ના વિચાર્યું કે વાર્તા અધૂરી છે...
સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે...
બે જણા મળે દિલથી તોય એક મજલિસ છે,
એકલો છું હું આજે ને સભા અધૂરી છે...