નર્તન....
___________________
સમગ્ર બ્રહ્માંડ પોતાની ગતિમાં,
પોતાના લયમાં,
નાદ-સંગીત માં ,
તાલબદ્ધ રીતે અવિરત નર્તન કરે છે....
બ્રહ્મ-નાદ ના વલય વમળમાં...
પ્રાકૃતિક સાત સૂર અવિરત ગુંજતા રહે છે...
બ્રહ્માંડ નો કણ-કણ...
જડ અને ચેતન... તત્વ
એકબીજા સાથે તાલ મિલાવી,
લય-લહેર માં સૂર ભેળવી નર્તન કરે છે...
પંચ-તત્વ..... પણ
જળ તત્વ ..
વાયુ તત્વ ..
અગ્નિ તત્વ ..
ધરતી અને આકાશ....ક્યારેક શાંત સ્વરૂપે તો ક્યારેક રુદ્ર સ્વરૂપ લઈ તાંડવ નૃત્ય રૂપે... નર્તન કરે છે.....
જડ તત્વ સાથે, ચેતન તત્વ સામંજસ્ય સાધી નર્તન-સંગીતમાં અવિરત વહે છે... .
કેટલાક લોકો ના દિલો-દિમાગ માં તો કેટલાક લોકો ના સાથે સાથે રોમ રોમ માં આ સતત વહ્યા કરે છે.
આ જ પ્રક્રુતિ શીખવે છે.....
******************
દિનેશ પરમાર નજર
૨૦-૦૪ -૨૦૨૦