#પુછવું હતું ઘણું પણ,
પુછી શક્યો નહિ
દિલ ની વાત દિલ માં જ રહી,
પણ કહી શક્યો નહિ
છુટા પડતી વેળા,
એને જતાં જોઇ શક્યો નહિ
વિરહની પળ ને,
હું ટાળી શક્યો નહિ
મન ભરાઈ ગયું,
છતાં હું રોઈ શક્યો નહિ
ભીની આંખે સમણાં,
હું જોઈ શક્યો નહિ
ભુલવા મથું છું છતાં,
યાદો એની ભુલી શક્યો નહિ
છુપાવવા મન ની ભાવના,
હું "વિનોદ" વ્યક્ત કરી શક્યો નહિ
નથી કહેવો દિલ નો હાલ છતાં,
શબ્દો માં ઢાળવા નું હું ટાળી શક્યો નહિ
#પુછવું