તમે કોઇ આફ્રીકા ફરવા ગયાછો!
ત્યા ઈસ્ટઆફ્રીકામાં ત્રણ દેશો આવેલા છે..કેન્યા, યુગાન્ડા ને ત્રીજો તાન્જાનીયા. ભારતથી પાંચ હજાર કિલોમીટર દુર..✈
આ દેશના લોકો બહુજ વરસો પહેલા કામ વેપાર માટે ભારત આવ્યા હતા જે આજે તો તેઓ હયાત નથી તેમની કેટલીય પેઢીઓ ભારતમાં ખતમ થઇ ગઇ પણ હજી તેમના ઘણા પાછલી પેઢીના વારસદારો આજ પણ ભારતમાં જીવી રહ્યાછે! જુનાગઢ બાજુ.
તમે માની નહીં શકો પણ તેમનું એક અલગ ગામ પણ છે તેમની આશરે ત્રણ હજારની આસપાસ છે પરંતું તેઓ પોતાના બાપ દાદાની આફ્રિકન ભાષા સ્વાહીલી આજ ભુલી ગયા છે પણ તેઓ આપણી હિન્દી ભાષા સરસ રીતે બોલી શકેછે. આજે તેઓ પુરા ભારતીય નાગરીક બની ગયાછે.
તેમની પાસે આજ રેશનકાર્ડ આધારકાર્ડ ચુટણીકાર્ડ પણ હોયછે.
તે લોકોને ભારત દેશ બહું જ ગમી ગયોછે તેમની એક ઇચ્છાછે કે તેમના પૂર્વજોના દેશમાં એકવાર ફરવા જવાની પણ તે શકય નથી કારણકે આટલા વરસો પછી તેમનું ત્યા કોઇ હયાત પણ ના હોય!
પણ તમને એક વાત જણાવી દઉ કે હું આ ત્રણેય દેશમાં બાય રોડ ફરેલોછુ ને રહેલો પણ છું એક વખત સ્ટીમરમાં ગયો હતો બાકી ઘણીવાર બાય રોડ ગયેલોછું એટલે મને આજ પણ હું ત્યાંની સ્વાહીલી ભાષા સારી રીતે બોલી પણ શકુછુ તેમજ લખી પણ શકુ છુ તેમજ વાંચીને સમજી પણ શકુ છું.
તેના બે ત્રણ વાક્યો તમને સમજાવી દઉ..જેમકે આપણે બોલીએ કે!
કેમ છો તમે!
habari yako wewe!
શું કરો છો!
wonafania nini!
કયાં જાવ છો!
wonaenda wapi!
મારુ નામ હર્ષદ પટેલ છે.
jina wangu harshad Patel.
મજા આવી!!! 🤗
(ચાલો ત્યારે મળીયે બીજા વાર્તાલાપે.)