લોકડાઉનમાં તમારે ગમે તેવી ખરાબ આદત હોય તો તેને જરુર બદલવી રહી..
નહી તો તેના પરિણામ દુ:ખદ આવેછે.
આવુ કંઇક રાજકોટની મારવાડી યુનીવર્સીટીમાં બન્યુ..વાત જાણે એમ છે કે અહિંની હોસ્ટેલમાં કુલ સાતસો વિદેશી વિધાર્થીઓ રહેતા હોયછે તેમાંનો એક વિધાર્થી જે અફઘાનિસ્તાનનો હતો તેને એક દિવસ રાત્રે નોનવેજ ખાવાનું મન થયું તેથી તે કોઇને કહ્યા વગર, સૈની નજર બચાવીને હોસ્ટેલના ગેટની બહાર નીકળી ગયો..કલાક પછી જયારે નોનવેજ ખાઇને હોસ્ટેલને આવ્યો તો સૈ સ્ટુડન્ટ ખબર પડી ગઇ કે આ બહાર નોનવેજ ખાઇને આવ્યો છે..કદાચ તે કોરોનાનો ચેપ લઇને આવ્યો હોય..તો! અમારી સેફ્ટી શી! માટે દરેક સ્ટુડન્ટે તેને કેમ્પસમાં આવવાની મનાઈ કરી છેવટે તેને આખી રાત ગેટની બહાર બેઠા બેઠા રાત કાઢવી પડી બીજે દિવસે તરત તેને એક નોટીસ પણ મળી ગઇ કે આજથી પંદર દિવસમાં તારે બીજા ઠેકાણે રહેવાની સગવડ કરી દેવી અહી હવે આ કેમ્પસમાં તારે રહેવાશે નહીં...પછી બધા સ્ટુડન્સે ભેગા મળી ને તેને દશ હજારની સહાય પણ કરી...
બિચારો અફઘાની સ્ટુડન્સ હેરાન થઇ ગયોછે કારણકે કેમ્પસના નિયમનો તેને ભંગ કર્યો હતો.
"લોકડાઉનમાં કોઇપણ વિધાર્થીને હોસ્ટેલની બહાર જવાની મનાઇ હોયછે."