હતું કંઈક બાકી ઘણું જ પણ ,
તારામાંથી મારી બાદબાકી થતાં અંતે હું શૂન્ય થઈ ,
લાગણીના તાર તૂટ્યા બાદ , તૂટેલો તાર જોડી ના શકી
અંતે લાગણીના સરવાળે હું શૂન્ય થઈ ! !
રાહી બની એક મંજિલે ચાલતાં વળાંકો એ હાથ છૂટ્યો ,
હાથ છુટતાં તારા વગર અંતે તો હું શૂન્ય થઈ ! !
હતા દર્દો ઘણા જીવનમાં એ દર્દોને વહેંચી ના શકી ,
ના હમદર્દ બની શકી તારી બરાબરીએ હું શૂન્ય થઈ ! !
ભાગાકાર કર્યા પ્રેમનાં તો શેષ માત્ર ના રહી ,
પ્રેમમાં શેષ ના રહેતા અંતે તો હું શૂન્ય થઈ ! ! !
દર્શના
#શૂન્ય