#મારા_સપનાનું_આકાશ #book_review
Author by દુર્ગેશ ઓઝા
રોજબરોજ ના જીવનમાં આપણી આસપાસ એવી કેટલી બધી ઘટનાઓ બનતી હોય છે. એ ઘટનાઓને જોવાની નજર પણ બધાની અલગ હોય છે. લેખક દુર્ગેશ ઓઝા દ્વારા આવી જ રોજિંદા ઘટનાઓને પોતાની શૈલીમાં વાર્તાનું સ્વરૂપ આપી ઘટનાઓને યાદગાર બનાવી દીધી છે. અને ભાષા પણ આપણે બોલીએ એવી જ. આપણે વાર્તા વાંચતા હોય ત્યારે એવું લાગે છે આ તો મેં જોએલી ઘટનાની વાત છે. અરે.. આ વાર્તા નું આ પાત્ર કોપી ટુ કોપી સામે વાળા કાકા જેવું છે.
રોજબરોજ ના જીવનમાં શુધ્ધ ગુજરાતી તો ભાગ્યે જ કોઈ બોલતું હશે. અંગ્રેજી, હિન્દી અથવા ગુજરાત ની પ્રદેશ ભાષા ની ઝલક જોવા મળતી જ હોય છે. આ ટુંકી વાર્તા ના વાર્તાસંગ્રહ માં રોજબરોજ ની ઘટનાઓને રોજબરોજ બોલાતી ભાષામાં વાર્તા સ્વરૂપે સરસ અને સરળ રીતે રજૂ કરવામાં આવી છે.
આ વાર્તા સંગ્રહના પુસ્તકમાં રજનીકુમાર પંડ્યા એ આ પુસ્તકના લેખક દુર્ગેશ ઓઝાને ઓરિજનલ વાર્તાકાર કહ્યાં છે.
આ ૨૪ વાર્તા સંગ્રહ માંથી કોઈ એક વાર્તા વધુ ગમી કે ૨૪ માંથી આ વાર્તા નો પહેલો નંબર એવું નક્કી કરવું મુશ્કેલ છે. બધી વાર્તા કંઇક ને કંઇક સમજાવી જાય છે. મને પૂર્વભૂમિકા અને અલ્લડ ટુંકી વાર્તા બહું વધારે ગમી. આ ટુંકી વાર્તા નો વાર્તાસંગ્રહ 'મારા સપનાનું આકાશ' ખુબ સરસ પુસ્તક છે.