મારે ફરી એ સંસ્કૃતિને અપનાવી છે....
આજના આ રેશમની દોરી ના ઝુલાઓ કરતા મારા બાળપણની એ વડલાની ડાળે હીંચકા ખાવાની ફરી મોજ લેવી છે.
મારે ફરી એ સંસ્કૃતિને અપનાવી છે....
આ ધમધમતા તાપ વચ્ચે ફરીથી એ મીઠા કુણા તડકામાં રમીને આનંદ લેવો છે.
મારે ફરી એ સંસ્કૃતિને અપનાવી છે....
આજે મોટા સામે બડાઇ કરવા કરતાં ફરીથી તેમની સામે માથું ઝુકાવીને એમને નમન કરવું છે.
મારે ફરી એ સંસ્કૃતિને અપનાવી છે....
હવે તો ભગવાન પણ પોતે પાછા વળવાનો એક જ માર્ગ બતાવે છે મારે એ પુણ્ય થયેલી જન્મભૂમિ પર રહીને મારું પૂર્ણ વર્ચસ્વ સ્થાપવું છે.
મારે ફરી એ સંસ્કૃતિને અપનાવી છે.