જે જન્મ લે મથુરાની જેલમાં
એ દ્વારિકામાં રાજ કરે મહેલમાં ! આશ્ચર્ય છે.
જેણે હર્યા 'તા એક સામે ગોપીઓના ચીર
એણે સખીના પુરીને ચીર બની ગયા વીર ! આશ્ચર્ય છે.
જેના ઈશારે આખી કૌરવસેના વિંધાઇ
એ સામાન્ય પારધીના બાણે વીંધાય ! આશ્ચર્ય છે.
જે આંગળીમાં શોહે બંસરીના સાદ
એ આંગળીએ ગાજે સુદર્શનના નાદ ! આશ્ચર્ય છે.
જેણે રાક્ષસોનો ચપટીમાં કર્યો સંહાર
એણે સુદામાની મિત્રતામાં માની 'તી હાર ! આશ્ચર્ય છે.
જેણે ટચલી આંગળીએ વેંઠયો પર્વતનો ભાર
એને પ્રેમમાં હરાવે છે રાધિકા નાર ! આશ્ચર્ય છે.
જેને જન્મતા જ યમુનાએ કર્યા ચરણ સ્પર્શ
એના જીવનમાં નીકળો અલગ જ નિષ્કર્ષ ! આશ્ચર્ય છે.
#આશ્ચર્ય