હરિ નામ
હરિ મારું મનડું કાં ડરી જાય રે,
હરિ એતો અંધારે કાં સરી જાય રે,
હરિ નામે કંકર જો તરી જાય રે,
હરિ મારો મારગ તું કરી જાય રે.
હરિ જોતા આંતરડી ઠરી જાય રે,
દુખડા મારા હરિ તું હરી જાય રે,
ચિત્ત મારું ચંચળ છે ફરી જાય રે,
હરિ જોતા સ્થિર એની ધરી થાય રે.
કાયારાણી પર્ણ બની ખરી જાય રે,
ખાલી હાથે આવ્યો તું શું ભરી જાય રે,
હરિ કેતા મીઠાં અમી ઝરી જાય રે,
હરિ કેતા મૃત્યુ મોક્ષે ફરી જાય રે.
@ મેહૂલ ઓઝા