મે એક દુનિયા માંગી હતી,
જે જૂઠ અને છલ કપટ પર આધાર નો હોય,
મે એક દુનિયા માંગી હતી,
જેમાં વિવિધતામાં એકતા હોય.
જે પોતે જ બનાવેલ મામલાની યાદમાં ના હોય,
મે એક દુનિયા માંગી હતી,
જયાં લોકો પીઠ પાછળ કંઈક અલગ,
અને મોઢાની સામે કંઈક અલગ ન હોય,
મે એક દુનિયા માંગી હતી,
જેમાં વિવિધતામાં એકતા હોય.
જયાં લોકોની નબળાઈઓ પર જ ધ્યાન ન હોય,
મે એક દુનિયા માંગી હતી,
જેમાં પ્રેમને એક અહેસાન ન સમજી શકાય,
મે એક દુનિયા માંગી હતી,
જેમાં વિવિધતામાં એકતા હોય.
જેમાં ખુશીઓ ને એક મહેમાન ન સમજી શકાય,
મે એક દુનિયા માંગી હતી,
જે દુનિયામાં લોકો પર અજમાયશ ના હોય,
મે એક દુનિયા માંગી હતી,
જે દુનિયામાં એક નવી દુનિયા મેળવવાની ઈચ્છા ના હોય,
મે એક દુનિયા માંગી હતી,
જેમાં વિવિધતામાં એકતા હોય.
જેમાં લોકોની લાગણી ને આદર સમજી શકાય,
મે એક દુનિયા માંગી હતી,
જે દુનિયામાં પવિત્ર સંબંધમાં ખટરાગ ના હોય,
મે એક દુનિયા માંગી હતી,
જેમાં દરેકને સમાન માન આપવાની તાકાત હોય.
જેમાં વિવિધતામાં એકતા હોય.
#વિવિધ
ખુશી ત્રિવેદી