જરૂરી એ નથી કે ઘર ત્યજીને સાધના કરવી
બને તો આપણે ઘરમાં રહીને પ્રાર્થના કરવી
પછી ઈશ્વર બધું સંભાળી લેશે સારું કે નરસું
ધરમ બસ એટલું કહે છે કે સારી કામના કરવી
ગઝલમાં સાચું લખવું એજ જીવન મંત્ર છે મારો
કલમને બેડીઓ બાંધી નથી કૈં નામના કરવી
જગતને ફેંકવાદો પથ્થરો પણ ક્યાં નકામા છે
અમારું કામ છે ઈશ્વર બનાવી સ્થાપના કરવી
અમુક હદમાં કોઈ ને ચાહવું માનવ સહજ છે પણ
ખરેખર પાપ એ છે બિનજરૂરી વાસના કરવી
શિકારી જાળ નાંખી ને બહુ ખામોશ બેસે છે
સહજમાં શાંત 'સાગર' કે નદીને પાર ના કરવી
રાકેશ સગર ,સાગર ,વડોદરા