Gujarati Quote in Poem by Akshay Dhamecha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદી રડી લઈશ તો કદી હસી લઈશ હું,
કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જીવી લઈશ હું.

કમી રહે જ છે ને વેદનાં સહે જ છે સદા,
છતાં ય સાથનો તે એહસાસ મેળવી લઈશ હું.

હું જાણું છું હકીકતે મારી નહિ થઈશ તું,
ને બસ મારી જ છે તું વાત એ સમજી લઈશ હું.

એકલતાને સહારે જ જીવવાનું છે મારે હવે,
ને એકલા રહેવાની કળાને કેળવી લઈશ હું.

કશી કમી ના છે મળી કદીએ તારાં પ્રેમમાં,
સંગાથ પ્રેમનો લઈ ને શ્વાસ ભરી લઈશ હું.

હતો જે સાથ આપણો, હતો સમય મજાનો અક્ષ,
બધી જ વાસ્તવિકતાને આવકારી લઈશ હું.

Gujarati Poem by Akshay Dhamecha : 111396366
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now