તમે અને હું
તમે ખળભળાટ કરતો દરિયોને,
હું છલકાતી નદી ચાલો મળીને,
કંઈક તોફાન કરીએ !
તમે પહેલો વરસાદને,
હું તરશી સુકી માટી ચાલો મળીને,
મીઠી સુગંધ આપીએ !
તમે ચીકણી માટીને,
હું પાણી ચાલો મળીને,
મૂર્તિનું નિર્માણ કરીએ !
તમે એક દિવોડો ને,
હું નાની અમથી જ્યોત ચાલો મળીને,
આરતી કરીએ !