આ રાતોના ઉજાગરા આંખોના પોપચે બેઠા,
યાદોના સંભારણા એના ઘરના ટોડલે બેઠા !
નથી કમજોર પ્રીતની સંવેદના એને પૂછો કોઈ,
સંબંધોના બંધનો હીંચકી બની એના ગળે બેઠા
આ કોયલના મધુર ગીત જેવી યાદો છે તારી,
લાગે કે દિલના ખૂણે કોઈ હઠ યોગી છે બેઠા
નીકળે પ્રેમની વાતો એ શેરીએ તો પૂછો કોઈ,
આજે પણ એમાં લોકો અમારી ચર્ચાએ બેઠા
આ જગથી નિરાલી છે અમારી પ્રણય કહાની
સ્નેહના શબ્દો થકી ફરી તેને યાદ કરી અમે બેઠા
નથી કમજોર દિલની દીવાનગી એને પૂછો કોઈ
હર યાદે યાદે અમે હીંચકી બની એના ગળે બેઠા
-પીયૂષ કુંડલિયા