પાસે હતા ત્યારે દૂર રહ્યા
હવે દૂર છે ત્યારે પાસે હોવાનું મૂલ્ય સમજાઈ ગયું...
તારી હાજરીને સદાય અવગણી
હવે વિદાયની વેળાએ તારું મૂલ્ય સમજાઈ ગયું...
તારા હોવાપણાને કદી માણ્યું નહી
છબીમાં તને જોઉં ત્યારે તારું મૂલ્ય સમજાઈ ગયું..
અમૂલ્ય છે તૂ, અતુલ્ય છે તૂ
તૂ નથી ત્યારે મને તારું મૂલ્ય સમજાઈ ગયું..
એક એક પળ ઝંખે તને.. કર જોડી વિનવે તને..
તૂ આવી જા હવે મને તારું મૂલ્ય સમજાઈ ગયુ.....
#મૂલ્ય