#લોકડાઉન
લોકડાઉન માં એટલું તો સમજાણુકે..
ટૂંકા પગાર અને થોડી જરૂરત વચ્ચે પણ જીવન આસન થયી ગયુ છે
મગજમારી તો બ્રેડ પર બટર લગાડવાની હતી
ઘી નહિ હોય તો એક સમયે ચાલશે પણ જીવ હશે ને એજ કાફી છે
મનગમતું શાક નહિ હોયને તો દાળથી કામ ચલાવીશ પણ સંતોષ ની કોથમીર જરૂર ભભરાવીશ
રોટલી નહિ હોયતો ખીચડું ખાઈ લઇશ પણ જીવ જોખમે બાર નહિ નિકલીશ
પૈસા ઓછા હશે તો ચાલશે પણ લોનથી લિધેલી ગાડી નું ભારણ નહિ વેઠીશ.
એક સમયે નાના પણ મારા મકાનમાં સુરક્ષિત રહીશ પણ દર 6 મહિને જુદાજુદા ભાડે લીધેલ વૈભવી ફ્લેટના ઓરડા માં નહિ ભટકીશ
હશે સૂકું મરચું રોટલી એની પણ લહેજત માણીશ પણ હોટલનું જંક(,કચરો) પેટમાં નહિ ઠાલવીશ
અંતમાં એટલુજ કાઇશ કે જીવીશ ત્યાં સુધી જોઈતી ને હયાત વસ્તુમાંજ આનંદથી રહીશ કોઈના મહેલ જોઇ ખુદની ઝૂંપડી નહિ તોડીશ
ભાવના જાદવ (ભાવુ)