છે ચાહના તો આસમાનમાં પક્ષી બની ઉડવાની, મુકત મને આ ધરાની સુંદરતા ને નીલ ગગનમાં ઉડી નીહારવાની, મીઠા મધુર ગુંજન થી પ્રકૃતિમાં શુર લહેરાવવાની, અને ચાહના છે બધાયનો માનીતો બની ઘર કરું રદયમાં તમો બધાનાં, કશું ના કરી શકું તો કોયલ ની જેમ ટહુકાર કરી કે મોરની જેમ નૃત્ય કરી મોહું બધાના મન.
પણ છું માનવ અવતારે તો મનની ગતી થી પહોચું છું તમ પાસે,
અરે દોષ્તો માનવ છું માનવી પાસે હસવું બોલવું ગમે છે, અને બધા સાથે હળી મળીને રહેવું ગમે છે, શું રાખ્યું ઈર્ષા કાળ ક્રોધ અભીમાન કે ઝગડામાં
મને માનવ મેદનામાં તમારા માનો એક બની ને સાથે રહેવું ગમે છે.
વધી શકું નહી છું આગળ કોઈક બાબતમાં કે અવલ આવું છું, પણ તેમ છતા અવલ રહી એકલું રહેવા છતાં તમ જોડે સાથ સંગાથમાં રહેવું હળવું મળવું ગમે છે,
નથી કરતો કોઈની નકલ, કારણકે મારી પોતાની છે આગવી ઓળખ, પણ માણસ છું માણસ જોડે મને રહેવું સહુથી વધું ગમે છે.
નથી નાત જાત ધર્મ ના કે ઉચ નીચ કે નાના મોટાના ભેદભાવ મારી પાસે,
નાના ને પ્રેમ સાથી ને મસ્તી આનંદ અને સાથ ,તો વડીલોનું સન્માન જરુર કરુ છું.
ભાઈ છું તમારા જેવો માણસ બસ તમારા જેવો થઈને હળી મળીને રહેવું ગમે છે.
Raajhemant