રડવું નથી મારે તારી પાસે,
પણ જોને હસાતુંય નથી..... તારા વગર
કંઇ કહેવું નથી હવે મારે તને,
પણ ચુપ રહેવાતું ય નથી.... તારા વગર
યાદ નથી કરવું તારું કંઇ જ ,
પણ કશુ ભુલાતું ય નથી..... તારા વગર
રહેવાનું ય નથી મારે તારી પાસે,
પણ પાછું જીવાતુ ય નથી.....તારા વગર
બધું જ તો છે જો ને મારી પાસે,
પણ કશુ જોઈતું જ નથી..... તારા વગર.