એમ જ પૂછવાથી સવાલ નો જવાબ કેમ મળશે ?
અજાણ્યા થઇને પુછવાથી સાચો જવાબ કેમ મળશે ?
હૃદય નહીં તો મન તો વાંચી જુઓ .....
બાળક નથી કાઈ એ તે બધું જ કહી દેશે..
ભર્યું છે બધા ના મનમાં કઈક ને કંઈક ;
કહેવું છે ઘણું બધું પણ કહી નથી શકતું કોઈને ..
છે દરેક ને પોતાના જ અંગત ની તલાશ ;
અને અંગત સીવાય આખું ગામ પૂછીને બેઠું છે એનો હાલ..
શું કહે એ કોઈને ?
કેમ કહે એ કોઈને ?
ક્યાંથી લાવે એ શબ્દો જે પોતાના જ દુઃખો વ્યકત કરે .......
હજી પણ છે એને એજ આશ ;
કે કોઈ અંગત થઈ ને પૂછે એક જ સવાલ...
કહી દે એ બધું જ જે હોય હૃદય નો હાલ ;
રડી પડે એ ત્યારે અને હળવો થાય મન નો બધો ભાર....
Dr.divya