તને પામવાની ચાહમાં
હું ખુદને ખોઈ ચૂકી છું.
હાલ ભલે હું તને મળી હસતી
ભૂતકાળમાં ઘણું રોઈ ચૂકી છું.
તને મળવાની તક નો આલમ ન પૂછ,
તારા તે વિરહનાં હું જામ પી ચૂકી છું.
એટલી તો તડપી યાદમાં સાકી હું,
કે જીવતું જાગતું ઝેર બની ચૂકી છું.
હવે કોઈ સવાલ જવાબ ન કર ઓ સાથી,
જે કાંઈ આપવીતી હતી એ તને કઈ ચૂકી છું.
હતી એકલી ભટકતી મીરાં ઓ વ્હાલમ,
આજે હું મારા ક્હાનની બની ચૂકી છું.
✍️મરીચિ