Gujarati Quote in Book-Review by Sonal

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અમૃતા #book_review
Author by Raghuveer Chaudhari
અમૃતા આ પુસ્તકની નાયિકા નું નામ છે. આ નવલકથામાં ત્રણ પાત્રો છે ઉદયન, અનિકેત અને અમૃતા. આ આખી નવલકથા આ ત્રણ પાત્રોની છે. ત્રણેય પોતાના અને એકબીજાથી અલગ વિચાર અને સ્વભાવ ધરાવે છે, પણ ત્રણેય સ્વતંત્રવાદી છે.
‌ ઉદયન જે વર્તમાનમાં માને છે, અને ઈશ્વરમાં એને વિશ્વાસ નથી. એ પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે. કોઈ એના પર દયા ખાય એ એને બિલકુલ પસંદ નથી. કોઈનો એ ઋણી રહે અથવા કોઈ એનું ઋણી રહે એ એને પસંદ નથી તેથી એ નોકર પણ રાખતો નથી. ઉદયન કોલેજમાં અધ્યાપક હતો પછી ફ્રિ જર્નાલિસ્ટ. ઉદયન અમૃતા ને પ્રેમ કરે છે. પણ એ સ્નેહને બદલે વિચારને મહત્વ આપે છે.
‌ અનિકેત વર્તમાન અને ભવિષ્ય બન્નેમાં માને છે. એક કોલેજમાં અધ્યાપક છે અને એના વ્યવસાયથી ખુશ છે. સ્વતંત્રવાદી છે, પણ એ ઉદયન કરતા અલગ છે. એ માને છે કે પ્રેમીને પ્રાપ્ત કર્યા વિના પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે'. અનિકેત અમીર ઘરનો પુત્ર છે પણ એ એને વારસામાં મળેલ છે તેથી પસંદ નથી અને તે પણ અમૃતાની પ્રેમ કરે છે.
‌ અમૃતા સમયનું વિભાજન કરતી નથી કેમ કે એ માને છે કે સમય તો શાશ્વત છે.શ્રીમત પિતાની એકની એક દીકરી છે. બે ભાઈ છે પણ અમૃતા એક જ દીકરી છે અમૃતા શાળામાં હતી ત્યારથી ઉદયન એની અભ્યાસમાં મદદ કરતો આવ્યો છે. તેથી અમૃતા એની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકી. આજે અમૃતા એક સફળ વક્તા છે. અમૃતા અનિકેત ને પ્રેમ કરે છે.
ઉદયન અમૃતા ને પ્રેમ કરે છે પણ અમૃતા પોતે સ્વચ્છાએ એનો સ્વીકાર કરે એવું ઈચ્છે છે. અનિકેત અમૃતા ને પ્રેમ કરે છે પણ એ ઉદયન ને પણ એટલો જ માન આપે છે. ઉદયન અને અનિકેત મિત્ર છે પણ એ માને છે કે ઉદયન અને અમૃતાના સંબંધમાં એ અડચણ છે. ત્યારે એ સપના નગરી મુંબઈ છોડીને રિસર્ચ ના કામનું કહીને રાજસ્થાનના રણમાં જતો રહે છે. પણ એ અમૃતા ને છોડી ઉદયન પર ઉપકાર કરવા નથી જતો. એ જે અમૃતા તરફ અભિલાષાનો ભાવ છે એ એનાથી દુર જાય છે. અમૃતા ઉદયન અને અનિકેત માંથી કોની વરણી કરવી એ નક્કી કરી નથી શકતી. નવલકથામાં ઘણા વણાંક આવે છે. નવલકથામાં ખુબ સરસ છે. મને ગમી. આ નવલકથામાં અમુક શબ્દો એવા આવે છે કે અર્થ સમજવા ગુગલ મહારાજની મદદ લેવી પડે. આ નવલકથામાં અમુક વાક્ય છે જે મને ખુબ ગમ્યા.
(૧) "બીજાના સ્વાતંત્ર્યનો સંપૂર્ણ સ્વીકાર એટલે પ્રેમ."
(૨) "સ્વપ્ન આવ્યું હોય તો ભૂલી જવાય તે જ યોગ્ય કારણ કે એ કદી મૂળ સ્વરૂપે યાદ આવતું નથી. યાદ કરવા જતા એમાં કલ્પનાના અંશો ઉમેરવા પડે છે. એક તો સપના પોતે જ વાયવ્ય અને એમાં ઉમેરાતી કલ્પના પણ વાયવ્ય! ફાલતુ, બેકાર માણસને તો નક્કરતા સાથે લેવાદેવા હોય."
(૩) "જગતમાં પુર્ણહુતિનો મહિમા શા માટે હશે? એટલા માટે કે પૂર્ણાહુતિ અથવા મૃત્યુ અંતિમ વાસ્તવિકતા છે. મૃત્યુ પામી માણસ આનંદમાં ભળે છે. મૃત્યુને જણ્યા વિના જીવનને પ્રમાણી શકાય નહીં. અને મૃત્યુનું જ્ઞાન એટલે નિરપેક્ષતાનું જ્ઞાન."
(૪) "મૃત્યુ પ્રસંગે આપને સમજદાર અને ચાહનાર એક માણસ એના સમગ્ર અસ્તિત્વ સાથે આપણી પાસે આવીને ઊભો હોય તેથી વધુ શું જોઇએ?"
(૫) "જે માણસ પોતાને એકલો માને છે તેના ભીતરમાં પણ ઓછામાં ઓછું એક વિશ્વ તો વસે છે જ."
અંત કરુણ છે જરૂર વાંચજો.

Gujarati Book-Review by Sonal : 111389972
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now