#પગલું
==========================
જરાક બહેકાવી રહ્યો છે, પગરવ તારો,
પતખડ માં ખડખડ, સરર અવાજ તારો;
વીતેલા વસંતના સંભારણા માં અદભુત,
અકથ્ય છે પ્રેમાસ્પદ, વાણી વિલાસ તારો!
ચૈતન્ય સભર સ્મિત રેલાવી અનન્યભાવે,
અદ્વૈત અનુભૂતિ માં, દ્વૈત લિબાસ તારો;
અનંત અનુરાગ છે, આનંદ મય દ્વાર અહીં,
પ્રકૃતિ નો પ્રસાર છે, ત્રિગુણાત્મક જ તારો
============================