એ લોકો પણ આપણી જેમ જ માણસ છે,
એમનું પણ આપણા જેવું જ કુટુંબ હશે,
એમના પણ બાળકો ને એમની જરૂર હશે,
એમાં થી પણ કોઈ ના માં બાપ બીમાર હશે,
કોઈ ની પત્ની ગર્ભવતી હશે,
કોઈ ને ત્યાં બાળક નો જન્મ થયો હશે,
કોઈ ના બાળક ની કોઈક શસ્ત્રકિયા બાકી હશે,
કોઈ ને ત્યાં લગ્ન હશે,
કોઈ ને ત્યાં મરણ થયું હશે,
એમના ઘરમાં પણ રાશન ખૂટ્યું હશે ને ???
એ બધું જ ભૂલીને આજે આપના માટે એ લોકો,
દિવસ રાત રસ્તા પર રહે છે,
કોઈ આપે તો જ્યાં જગ્યા મળે ત્યાં જમે છે,
લોકો ના પથરો ખાય છે,લોકો નો ગુસ્સો સહે છે,
લોકો એમને મારે તો ચાલે જો એ મારે તો એમના વિડિયો બને છે,
દોસ્તો,અને જે લોકો પોતાના ઘરબાર,કુટુંબ,બાળકો મૂકીને
આપની સલામતી માટે સતત ઊભા છે,એમને સલામ કરીએ,
એમના કુટુંબો ને મદદ કરીએ,એમનો જુસ્સો વધારીએ,
કઈ ના થાય તો એમને હેરાન તો ના કરીએ....
માણસ થઈને પશુઓ ને શરમાવી નહિ.
આપણે માનવ છીએ, એ ભૂલી ના જઈએ....🙏