damage control part-14
"પંચાયત"
દિપક ના ગામ માં વીજળી ખુબ ઓછી મડતી હતી,દિવસ ના ત્રણ કલાક અને રાત્રે બે કલાક એમ કાપ આપવામાં આવતો હતો,દિપક યુ.પી.એસ.સી ની તૈયારી કરતો હતો,પણ રાત્રે નવ થી અગ્યાર વાગ્યા સુધી લાઇટ જતી રહેતી હતી,એક દિવસ દિપક ને વીચાર આવ્યો કે પંચાયત બોલાવીને સોલર લાઇટ બનાવીએ કે જેમા ગામ ના મુખ્ય ભાગો માં સોલાર લાઇટ ગોઠવવાની અરજી આપી દઇએ,
મુખીકાકા પાસે દિપક જાય છે અને એમને આ સોલાર લાઇટો ની વાત કરે છે,જેમા પંચાયત સરપંચ તલાટી મંત્રી ને અરજી લખી ને આપવાનું કહ્યું,
મુખી કાકા એ પુછ્યું,બેટા જરુરી છે આ ગામ ની બજારો માં લાઇટ ની....??
મુખીકાકા જરુરી તો છે જ રાતે ખુબ અંધારું થઇ જાય છે અને લાઇટ નો કાપ પણ વધતો જાય છે,પરીક્ષાઓ નજીક આવી રહિ છે,અતુલ અને દેવાંગ સચિવાલય ની પરીક્ષા ની તૈયારી કરે છે અને હું કોલેજ ની પરીક્ષા સાથે જી.પી.એસ.સી ની તૈયારી કરુ છું,અને બીજુ એ કે આજુબાજુ ના જંગલ ધાટા હોવાથી જંગલી જાનવરો આવે છે,અને મારી બાજું રેતા મનુભાઇ ને ત્યાં હમણા એક ગાયે વાછરા ને જન્મ આપ્યો હતો અને રાત્રે જંગલી જાનવરે માલઢોર ના ગમાણ માં ધુસી ને એ તાજા વાછરડા ના પગ માં ઇજા કરી,આતો સારું કહેવાય કે વાછરાડા નો અવાજ સાંભળી ને મનુભાઇ આવ્યાં અને ખરપીયો લઇને એ જાનવર ને ભાગાડિ દીધું નહિંતર એ વાછરા ને ખાઇ જાય ને,
એટલે આ બધા કારણો સર લાઇટીંગ ની ખૂબ જરુર છે,
પછી આગળ તમારી ઇચ્છા,
અરે ના ના ચોક્કસ બેટા આવું હોય તો લાઇટ ની જરુર પડે જ,અને અંજવાળુ હશે તો જાનવરો પણ નહિ આવી શકે અને તમને લોકો ને વાંચન કરવા માટે પણ સહેલું રહેશે,
તો પેલા આપણે પંચાયત બોલાવી એમાં મંત્રી ને પણ બોલાવીને આ પ્રશ્ર્ન નો ઉકેલ લાવીએ,
બીજે દિવસે રવિવારે સવારે ગામ ના લોકો ચૌરે ભેગા થયાં,દિપક અને એના બાપુજી અને ગામ ના લોકો નીચે બેઠા હતા,અને મંત્રી અને મૂખીકાકા ખુરશી ઓમાં બેઠા હતા,
દિપક ની કહેલી બધી જ વાત ગામ ના લોકો ને અને મંત્રી ને કરી તો,ગામ ના બધા જ લોકો દિપક પર ખુશ થયા અને મનુભાઇ દિપક પાસે આવ્યાં અને બોલ્યા,
ભાઇ તારો ખુબ આભાર કે તું ગામ નૂ આટલું ધ્યાન રાખે છે,
અને તને કેમ ખબર પડી એ આવુ વાછરા હારે થયું એમ,
મનુ ભાઇ હું પણ માલધારી નો દિકરો છું,ધાવ વરતતા મને પણ આવડે છે,એ વાછરા ની સામે મે જોયું તો સાફ સાફ એની બધી વ્યાધિઓ મને સમજાય ગઇ અને જટથી એનો ઉપાય પણ મડિ ગયો,
વાહ ભેરુ,હવે મારો સાચો માલધારી હો,પશું ને ખોડખતા આવડી ગ્યું તને,જા આજ ઇ ગાય તારી,
અરે ના ના મનુભાઇ આવું બોલી ને મારી લાગણી ને છેતરશો નહિં,તમે મારા જ છો ને,તો તમે કિધું એમાં આવી ગયું ભાઇ,
પંચાયતે અને ગામ ના લોકો એ દિપક નો ખુબ આભાર માન્યો અને મંત્રીને અરજીપત્ર આપી દીધો એ વાદા સાથે કે આ કામ બને એટલું જલ્દિ થાય...
બીજે દિવસે કોલેજ ગ્રાઉન્ડના બેંચ પર દિપક ને જોઇને રાગિણી ત્યાં આવી...
હાય...
જી હેલ્લો...
પેલી પંચાયત વાળી વાત સાંભળી...
એમ...
હા,
હું તો ઇમ્પ્રેસ થઈ ગઈ...
ઓહહહ અચ્છા સારૂ....
તો કોફી...???
ના આજે નહીં પછી ક્યાંરેક...
યાર તારો પ્રોબ્લેમ શું છે...?
જો રાહુલ આવી ગયો...
અને હું પણ નીકળું...