#book_review #scintific_ધર્મ
Author by parakh Bhatt
ધર્મ જેના વિશે મેં સાંભળ્યું છે પણ વાંચ્યું ક્યારેય નથી. કેમ કે એ મારી વાંચન પસંદગીમાં ક્યારે આવ્યું જ નથી. પણ પરખ ભટ્ટ નું 'scientific ધર્મ' પુસ્તક કંઈક અલગ લાગ્યું. આમ જુઓ તો વિજ્ઞાન પણ મારી પસંદગીનો વિષય નથી પણ વિજ્ઞાન અને ધર્મનો સમન્વય એવું કંઈક અલગ પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ. મારી આ કંઈક અલગ પુસ્તક વાંચવાની ઈચ્છાનો આજે મને ખૂબ આનંદ છે ધર્મમાં વિજ્ઞાન રહેલું છે અથવા એમ કહીએ કે વિજ્ઞાનના મૂળ ધર્મમાં રહેલા છે એ જાણીને ખૂબ આનંદ થયો.
પરખ એ આ પુસ્તકની પ્રસ્તાવનામાં કહ્યું છે કે "નવી જનરેશનને ધાર્મિક રીત-રીવાજો અને પરંપરાઓમાં કોઇ રસ નથી તેઓને રામાયણ-મહાભારત વેદ-ઉપનિષદો અને પુરાણોનું વાંચન ગમતું નથી" હું આ વાત સાથે સહમત છું. પણ મને ધાર્મિક રીત-રીવાજો ગમે છે પણ એ ધાર્મિક રીત-રીવાજો પર મનમાં ઘણા પ્રશ્નો ઉદભવે છે જેમ કે રિત-રિવાજો કેમ છે? ક્યાંથી આવ્યા ? આ રીત-રિવાજો પાછળનું કારણ? જેવા ઘણા બધા પ્રશ્નો. આ બધા પ્રશ્નોના જવાબ માટે ધર્મ વાંચવું પડે પણ અત્યાર સુધી ક્યારેય વાંચ્યું નહીં પણ ધાર્મિક રીત-રીવાજો ગમે છે એટલે પ્રશ્નોના જવાબ શોધ્યા વગર જ ધાર્મિક રીત-રીવાજો નો આનંદ લેતી.
scientific ધર્મ વાંચ્યા પછી હવે મને ધાર્મિક રીત-રીવાજો પાછળના કારણ જાણવા ખૂબ ગમશે આ નવા સાહિત્ય તરફ રુચિ જગાડવા માટે તમારો ખુબ ખુબ આભાર. આ પુસ્તક બાળકોથી લઇને મોટી ઉંમરના દરેક વ્યક્તિ વાંચી શકે. મંત્ર અને સૂત્રોમાં તફાવત નથી. વિજ્ઞાનનું મૂળ ધર્મમાં છે એ આ પુસ્તક દ્રારા જાણી શકશો. દરેક માતા-પિતાએ બાળકને વિજ્ઞાનમાં રહેલું ધર્મ વિશેનું જ્ઞાન આપવા આ પુસ્તક વાંચવું જોઇએ અને બાળકને પણ વંચાવવું જોઈએ.
જવલંત છાયા વરિષ્ઠ પત્રકાર દ્વારા scientific ધર્મ પુસ્તક વિશે પ્રસ્તાવનામાં કહ્યું છે કે "નામ જ ઘણું સૂચક છે માત્ર ભારતને જ નહીં, વિશ્વની આની જરૂર છે" આ પુસ્તક વાંચ્યા પછી હું આ સાથે સહમત છું. તો તમે પણ અત્યારે જ આ પુસ્તક ખરીદો અને વાંચો. પુસ્તક વાંચવાની શરૂઆત કરશો તો એક જ બેઠકે વાંચવાનું મન થાય એવું છે. પણ મારી વ્યસ્તતાને કારણે હું આ ન કરી શકી, પણ જ્યારે સમય મળે ત્યારે બીજી વાર આ પુસ્તક એક જ બેઠકે જરૂર વાંચીશ. કહેવાય છે ને કે ધર્મને જેટલી વાર વાંચો તેમાંથી કંઈક નવું જાણવા મળે અને આ તો ધર્મની સાથે વિજ્ઞાન પણ છે.